એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 3rd November 2020

અમેરિકાની ઉપરાષ્ટ્રપતિપદની ચુંટણી માટે કમલા હેરિસે જય પટેલના માધ્યમથી ભારતીયોની મદદ માંગી

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી તા.૩ : મૂળ ગુજરાતી અને હાલમાં અમેરિકા ખાતે રહેતા અને ઓબામા બિલ કિલન્ટન સાથે કામ કરી ચૂકેલા અને ઓબામાના સલાહકાર તરીકે રહી ચૂકેલા જય પટેલ ને અમેરિકન ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ એક એક પત્ર પાઠવીને ભારતીયોની મદદ માગી હતી

જયં પટેલે એ જણાવેલ કે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી હાલમાં ચાલી રહી છે ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મૂળ ભારતીય સાઉથ માં રહેતા અને હાલ અમેરિકા ખાતે રહેતા માતા શ્યામલા ગોપલાના ભારતમાં રહેતા હતા અને તેમના નાના ભારતમાં આઈ એ એસ ઓફિસર તરીકે પણ સેવા આપતા હતા

કમલા હેરિસ ના જન્મ તારીખ ૨૦/ ૧૦/ ૧૯૬૪ માં થયેલો છે અને તેના પિતા ડોનાલ્ડ જે હેરીસ છે અને હાવર્ડ યુનિવર્સિટીમાં બીએ તરીકે કમલા એ અભ્યાસ કર્યો છે

હાલમાં તેઓ ડેમોક્રેટિક પાર્ટી માં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અને કમલા હેરિસ એ તેમની પાર્ટીના માધ્યમથી બરાક ઓબામાં ના માધ્યમથી મને પત્ર પાઠવી અને કમલા હેરિસને મદદ કરવા બાબતે વિનંતી કરી છે ત્યારે મૂળ ભારતીય છે અને અમેરિકન માં વસતા ભારતીયો પણ કમલાને મદદ કરે તેવું જોવાઈ રહ્યું છે

જય પટેલ અમેરિકાની અંદર રહીને દ્યણા ભારતીયોને મદદ કરી છે. હાલમાં કમલા હેરિસ ને પણ મદદ કરી રહ્યા છે તેઓ મૂળ ભારતીય વંશના છે તેમજ જય પટેલ ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર અગ્રણી છે અને અમેરિકન પ્રેસિડેન્ટ બિલ કિલન્ટન તેમજ ઓબામા સાથે પણ તેમની ટીમમાં કામ કરેલું છે અને ભારત માટે પણ તેમને બીલ કિલન્ટન ના સમયમાં ૮ પાનાનો પત્ર લખી કાશ્મીર સમસ્યા બાબતે મદદરૂપ બન્યા હતા તેમજ કાશ્મીરમાં માનવ અધિકારનો ભંગ નથી થતો તે બાબતે પણ કાશ્મીરમાં જે પ્રકારની સમસ્યાઓ હતી તે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બીલ કિલન્ટન તરફથી પણ કલીનચિટ આપી હતી જે બાબતે ભારતમાં પીટીઆઈ એ શ્વેતપત્ર કિધેલ હતો

તેમજ અમેરિકન ખાતે રહેતા ભારતીયોને પણ દ્યણી બધી મદદ કરવામાં આવી હતી અમેરિકન રાષ્ટ્રના વસતા ભારતીયોને નોકરી થી માંડીને અનેક પદો મળે તે બાબતે પણ જય પટેલે ઓબામા અને બીલ કિલન્ટનની કિચન કેબિનેટમાં રહી ભારતીય ઓને મદદરૂપ બન્યા હતા

હાલમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ફ્લોરિડા વિસ્તારમાં જય પટેલ અને તેમની ટીમ ચૂંટણીમાં કામ કરી રહ્યા છે અને વધુમાં વધુ ભારતીયોને ફાયદો થાય તે પ્રકારનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે તેમ અમેરિકા ખાતેથી જય પટેલે જણાવેલ હતું.

(11:47 am IST)