સિંગાપોર સ્થિત ભારતીય મૂળના નાગરિકને 3 વર્ષની જેલસજા : ગયા વર્ષે ધોળે દિવસે ઝવેરાતની દુકાનમાં લૂંટફાટ કરી હતી : જેલસજા ઉપરાંત 6 કોરડા ફ્ટકારવાની પણ શિક્ષા
સિંગાપોર : સિંગાપોર સ્થિત ભારતીય મૂળના નાગરિક 37 વર્ષીય વીરમણી સુબ્રન દાસને 3 વર્ષની જેલસજા થઇ છે.તથા 6 કોરડા ફ્ટકારવાની શિક્ષા કરાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ તેણે ઝવેરાતની દુકાનમાં ધોળે દિવસે 87,880 ડોલરની લૂંટફાટ કરી હતી.તેને સાથ આપનાર બે જોડીદારો 28 વર્ષીય એમ.જગદીશ તથા શારવીન્દ્રન સુપ્રિય ઉપરનો કેસ હજુ ચાલુ હોવાથી તેઓને આગળ ઉપર કોર્ટના નિર્ણય મુજબ કાર્યવાહી કરશે.
ગયા વર્ષે 13 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી. આ દુકાનના માલિકો બંને ભાઈ બુઝર્ગ હોવાથી તેમની દુકાન પસંદ કરાઈ હતી.પરંતુ તેઓએ રાડારાડી કરી સલામતી માટેનું બટન દબાવતા કોઈએ પોલીસને ફોન કરી દીધો હતો.જેથી શંકાના આધારે પોલીસે આરોપીના ઘરમાં ત્રાટકી મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.