એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 3rd September 2020

યુ.એસ.ના મેસેચ્યુએટ્સમાં યોજાયેલી સેનેટની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન શિવા અય્યાદુરીનો પરાજય : 1 લાખ જેટલા મેલ બેલેટ્સ ડીલીટ કરી દેવાયા હોવાની શંકા

મેસેચ્યુએટ્સ : યુ.એસ.ના  મેસેચ્યુએટ્સમાં યોજાયેલી સેનેટની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન શિવા અય્યાદુરીનો પરાજય થયો હોવાનું જાણવા મળે છે.તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન ઉમેદવારને  150,499 મતો મળ્યા હતા.જયારે શિવાને 99,308 મતો મળવાથી તેઓ પોતાના પ્રતિસ્પર્ધી કરતા 20 પોઇન્ટ પાછળ રહી ગયા હતા.હવે નવેમ્બર માસમાં યોજાનારી સેનેટરની ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટ સેનેટર સામે રિપબ્લિકન પાર્ટીના પ્રાઈમરી ચૂંટણીના વિજેતા ટક્કર લેશે.

જોકે શ્રી શિવાએ વ્યક્ત કરેલી શંકા મુજબ તેમને મળેલા 1 લાખ જેટલા મેલ બેલેટ્સ ડીલીટ કરી નખાયા છે.

(6:05 pm IST)