એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th December 2020

' હાઇ સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ ' : અમેરિકાની સંસદમાં સર્વાનુમતે પસાર : ભારતીય વિઝાધારકોને ફાયદો : જુદા જુદા દેશો માટે રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા ક્વોટાની મર્યાદા દૂર : ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબા ઈન્તઝારનો અંત

વોશિંગટન : અમેરિકાની સેનેટમાં ' હાઇ સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ ' સર્વાનુમતે પસાર થઇ જવા પામ્યો છે.આ એક્ટ પાસ થઇ જતા હવે  જુદા જુદા દેશો માટે રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા ક્વોટાની મર્યાદા દૂર થશે તેમજ ભારતીયોને ગ્રીન કાર્ડ મેળવવા માટે કરવા પડતા  લાંબા ઈન્તઝારનો અંત આવશે .

ખાસ કરીને જેઓ એચ -1બી વિઝા મેળવીને અમેરિકા આવેલા છે તથા નાગરિકત્વ મેળવવા માટે વર્ષોથી ઇન્તઝાર કરી રહ્યા છે.તેમને નાગરિકત્વ વહેલું મળી શકશે.
આ અગાઉ 2019 ની સાલમાં આ એકટને મળેલી મંજૂરી મુજબ ગ્રીન કાર્ડ માટે દેશ દીઠ મર્યાદા 7 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી હતી.

હવે સર્વાનુમતે પસાર કરાયેલા ઍક્ટથી વિશેષ યોગ્યતા ધરાવતા  કર્મચારીઓને સમાન અધિકાર મળશે.તેમજ વિઝા પ્રણાલીનો દુરુપયોગ તથા ફ્રોડ અટકશે  .

(11:38 am IST)