એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 30th January 2021

ઇન્ડિયન અમેરિકન મહિલા એક્ટિવિસ્ટ સુશ્રી નીતા જૈનએ ન્યુયોર્ક કાઉન્સિલર તરીકે ઉમેદવારી નોંધાવી : 2 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન મહિલા એક્ટિવિસ્ટ સુશ્રી નીતા જૈનએ ન્યુયોર્કના 24 માં ડિસ્ટ્રીકમાં 2 ફેબ્રુઆરીના રોજ યોજાનારી કાઉન્સિલર પદ માટેની ખાસ ચૂંટણીમાં  ઉમેદવારી નોંધાવી છે.જેમાં તેઓ વિજેતા થવા આશાવાદી છે.

સુશ્રી જૈનના મંતવ્ય મુજબ પૂર્વ પ્રેસિડન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પના રોગચાળા, મંદી અને જાતિવાદી કારણને લીધે  હેઠળ શહેર સંઘર્ષ કરી રહ્યું છે.

સુશ્રી જૈન બિડન હેરિસ ચૂંટણી કમપેનમાં પણ કામ કરી ચુક્યા છે.તેઓ શિક્ષણવિદ છે.ઉપરાંત ઇન્ટરનેશનલ અહિંસા ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા પ્રેસિડન્ટ છે.

(7:34 pm IST)