એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 5th September 2020

ઈરાની મૂળના કેનેડિયન લેખક અરમીન નવાબીએ ટવીટરના માધ્યમથી હિન્દૂ દેવી દેવતાઓની નિંદા કરતા હોબાળો : વિશ્વ હિન્દૂ પરિષદે ફરિયાદ કરી

ન્યુદિલ્હી : ઈરાની મૂળના કેનેડિયન લેખક અરમીન નવાબીએ ટવીટરના માધ્યમથી હિન્દૂ દેવી દેવતાઓની નિંદા કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આવી નિંદા ટ્વીટર ઉપરથી હટાવી લેવા વિશ્વ હિન્દૂ પરિષદે ટવીટરના સંચાલકો સમક્ષ રજુઆત કર્યા પછી પણ કંઈ પગલાં નહીં લેવાતા કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર તથા ભારતના વડાપ્રધાનને પત્ર લખી ફરિયાદની નકલ મોકલી છે .

(8:05 pm IST)