પાકિસ્તાની ગુંડાઓની હેવાનિયત : બ્રિટિશ યુવતી લગ્ન કરવા સંમત ન થતા મારી નાખી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ગુંડાઓએ હેવાનિયતની પરાકાષ્ટા સર્જી દીધી છે. જે મુજબ એક બ્રિટિશ યુવતી લગ્ન કરવા સંમત ન થતા તેને મોતને ઘાટ ઉતારી દીધી છે.
પ્રાપ્ત વિગત મુજબ બ્રિટનથી પાકિસ્તાન આવેલી એક યુવતીની પાકિસ્તાની ગુંડાઓએ હત્યા કરી નાખી છે. આ ગુંડાઓ બ્રિટિશ વિદ્યાર્થીની સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતા હતા અને પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ગુંડાઓને સ્થાનિક પોલીસનો પણ સાથ હતો.
પાકિસ્તાનના લાહોર શહેરમાં બ્રિટીશ વિદ્યાર્થીની મહિરા ઝુલ્ફિકરની ગોળીથી હત્યા કરાઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ગુંડાઓએ વિદ્યાર્થીની સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેણે ના પાડતા તેઓએ તેમની હત્યા કરી નાખી હતી
પીડિતા મિત્રના લગ્નમાં ભાગ લેવા પાકિસ્તાન આવી હતી પરંતુ લાહોરમાં રોકાઈ હતી. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.