એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 6th August 2022

ઇન્ડિયન અમેરિકન એડવોકેટ મહિલા સુશ્રી રૂપાલી એચ દેસાઈની યુ એસ કોર્ટ ઓફ અપીલ્સમાં નિમણૂક : આ હોદ્દા પર સ્થાન મેળવનાર સૌપ્રથમ સાઉથ એશિયન મહિલાનો વિક્રમ નોંધાયો : સેનેટ દ્વારા 67 વિરુદ્ધ 29 મતોથી મંજૂરીની મહોર

વોશિંગ્ટન: યુએસ સેનેટે ભારતીય-અમેરિકન વકીલ રૂપાલી એચ દેસાઈની નવમી સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં નિમણૂકની પુષ્ટિ કરી છે. આ સાથે તે આ શક્તિશાળી કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થનારી દક્ષિણ એશિયાઈ મૂળની પ્રથમ જજ બની ગઈ છે. ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી - બંને યુએસ પક્ષોના 67 ધારાસભ્યોએ ગુરુવારે દેસાઈની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 29 સભ્યોએ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. નવમી સર્કિટનું મુખ્ય મથક સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં છે. તે દેશની 13 અપીલ કોર્ટમાં સૌથી મોટી છે.

સેનેટ જસ્ટિસ કમિટીના વડા અને બહુમતી વ્હીપ ડિક ડરબિને કહ્યું: "તેમાં કોઈ આશ્ચર્ય નથી કે દેસાઈની નોમિનેશનની રાજકીય અને વૈચારિક વર્તુળોમાં વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. વધુમાં, રાજ્યના ન્યાયાધીશો, કાયદા અમલીકરણ અધિકારીઓ અને ત્રણ ફાયર સર્વિસ સંસ્થાઓએ તેમના નામાંકનને સમર્થન આપ્યું છે. વકીલ તરીકેના 16 વર્ષના અનુભવ સાથે, દેસાઈ નવમી સર્કિટમાં અસાધારણ યોગદાન આપશે.” દેસાઈ કોપ્સમિથ બ્રોકલમેનમાં ભાગીદાર છે, જ્યાં તે 2007 થી કાયદાની પ્રેક્ટિસ કરી રહી છે.

દેસાઈએ 2005માં યુનિવર્સિટી ઓફ એરિઝોનામાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(12:01 pm IST)