એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 7th July 2022

અમેરિકામાં શ્રી દ્વારકાધીશ ટેમ્પલ ,પાર્લીન ન્યુજર્સી મુકામે 17 જુલાઈ રવિવારના રોજ ' હિંડોળા માહાત્મ્ય ' વિષે સત્સંગ : સાંજે 6-00 થી 7 -00 વાગ્યા દરમિયાન આયોજિત કાર્યક્રમમાં ભારતથી પધારનારા ડો.પિયુષભાઇ પરીખ સાથે સત્સંગનો લહાવો : શયન દર્શન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : શ્રી ભકતિનીધિ ઇન્ક.દ્વારા કરાયેલી ગૌરવપૂર્ણ ઘોષણાં મુજબ અમેરિકામાં શ્રી દ્વારકાધીશ ટેમ્પલ ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન, ન્યુજર્સી મુકામે 17 જુલાઈ રવિવારના રોજ ' હિંડોળા માહાત્મ્ય ' વિષે સત્સંગનું આયોજન કરાયું છે.

સાંજે 6-00 થી 7 -00 વાગ્યા દરમિયાન આયોજિત કાર્યક્રમમાં ભારતથી પધારનારા ડો.પિયુષભાઇ પરીખ સાથે સત્સંગનો લહાવો મેળવી શકાશે . શયન દર્શન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશેષ માહિતી કોન્ટેક નંબર 732 -254 -0061 અથવા મંદિરની વેબસાઈટ www.dwarkadhishtemple.org દ્વારા મેળવી શકાશે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(1:36 pm IST)