એન. આર. આઈ. સમાચાર
News of Monday, 7th September 2020

યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ,પરામસ ,ન્યુજર્સી મુકામે 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2020 દરમિયાન સાતમો પાટોત્સવ ઉજવાયો : ઓનલાઇન કરાયેલી ઉજવણી અંતર્ગત મહાપુજા ,અભિષેક ,અન્નકૂટ દર્શન ,સત્સંગ સહીત વિવિધ આયોજનો કરાયા : લાઈવ નિદર્શન કરાવાયું

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ની સંસ્થાનની પરામસ( ન્યૂજર્સી) શાખામાં વિરાજતા દેવોનો સપ્તમ પાટોત્સવ (વાર્ષિકદીન ઉત્સવ) ભવ્યતા-દિવ્યતા સભર ઉજવાયો. સમગ્ર મહોત્સવનું આયોજન ઓનલાઇન કરવામાં આવ્યું હતું. જે તારીખ 22 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી નવ દિનાત્મક વિવિધ આયોજનથી યુક્ત ઉત્સવ ઉજવાયો હતો.
ઉત્સવ અંતર્ગત દરરોજ મહાપુજા ,અભિષેક ,અન્નકૂટ દર્શન ,સત્સંગ,સહીત  વિવિધ આયોજનો કરાયા હતા.જેનું લાઈવ નિદર્શન કરાવાયું હતું.
આ પ્રસંગે પૂજ્ય ગુરુમહારાજ્શ્રી દેવકૃષ્ણ સ્વામી ,તથા સદગુરુ શ્રી દેવપ્રસાદ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

(6:30 pm IST)