એન. આર. આઈ. સમાચાર
News of Monday, 8th February 2021

" થર્ટી અન્ડર થર્ટી " : સુવિખ્યાત ફોર્બ્સ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલી 30 વર્ષથી ઓછી ઉંમરના 30 સાહસિકોની યાદીમાં ઇન્ડિયન અમેરિકન યુવા સાહસિકોએ સ્થાન મેળવ્યું

વોશિંગટન : ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા 30 વર્ષથી ઓછી ઉંમરના 30 સાહસિકોના નામ સુવિખ્યાત મેગેઝીન ફોર્બ્સ દ્વારા જાહેર કરાયા છે.જેમાં અનેક ઇન્ડિયન અમેરિકન તથા એશિયન અમેરિકન યુવા સાહસિકોએ સ્થાન મેળવ્યું છે.

30 સાહસિકોની યાદીમાં સ્થાન મેળવનાર યુવાઓમાં જોસેફ વેરિકુટિ ,રણદીપ સીંઘ , સાહિર ઝવેરી ,ક્રિશ્ના મંડા ,તથા અમિત શકીલનો સમાવેશ થાય છે.જેઓએ એગ્રિકલચર ઉત્પાદનો ,થ્રિ  ડી પ્રિન્ટર ,સ્માર્ટ હેલ્મેટ ,સિન્થેટિક પેસ્ટિસાઇડ્સ ,સહિતના ઉત્પાદનો ક્ષેત્રે ક્રાંતિનું સર્જન કરી વિશિષ્ટ યોગદાન આપ્યું છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)