એન. આર. આઈ. સમાચાર
News of Monday, 8th February 2021

ઇન્ડિયન અમેરિકન શ્રી અશ્વિન જૈનએ મેરીલેન્ડ ગવર્નર તરીકે ઉમેદવારી નોંધાવી : ' રિલીફ ,રિકવરી ,એન્ડ રિફોર્મ ' સૂત્ર સાથે મેરીલેન્ડના સૌપ્રથમ અશ્વેત ગવર્નર બનવાનો વિક્રમ સર્જવાની નેમ

મેરીલેન્ડ : અમેરિકાના પૂર્વ ડેમોક્રેટિક પ્રેસિડન્ટ બરાક ઓબામાના શાસનમાં અનુભવ લઇ ચૂકેલા ઇન્ડિયન અમેરિકન 31 વર્ષીય શ્રી અશ્વિન જૈનએ 2022 ની સાલમાં યોજાનારી મેરીલેન્ડ ગવર્નરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

આ તકે શ્રી જૈનએ જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટાઈ આવશે તો મેરીલેન્ડના સૌપ્રથમ અશ્વેત ગવર્નર તરીકેનો વિક્રમ સર્જાશે.તેઓ  રિલીફ ,રિકવરી ,એન્ડ રિફોર્મ સૂત્ર સાથે ચૂંટણી લડવા માંગે છે.તથા યુવા સમૂહના પ્રશ્નોને વાચા આપવા માંગે છે.

તેઓ કોલ ફાયર પાવર પ્લાન્ટ્સ ,એબોર્શન કેર ,ટ્રાન્સજેન્ડર લોકોના પ્રશ્નો ,હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી ,એફોર્ડેબલ હોમ ,ગુનાખોરી ,ઉંચા ટેક્સ દરો ,પબ્લિક સ્કૂલ સહિતના પ્રશ્નો હલ કરવાની નેમ ધરાવે છે .જે માટે તેઓ વર્તમાન રિપબ્લિકન ગવર્નર સામે ટક્કર લેશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)