એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 3rd August 2022

યુ.એસ.ના દલાસમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરના નવનિર્મિત હોલમાં ' સુંદરકાંડ ' ના પાઠ યોજાયા : 31 જુલાઈના રોજ કરવામાં આવેલા આયોજન અંતર્ગત વડોદરાથી પધારેલા શ્રી અતુલભાઈ પુરોહિતે સતત 2 -30 કલાક સુધી ભાવિકોને જકડી રાખ્યા : 600 ઉપરાંત ભાઈ બહેનો પાઠમાં જોડાયા

ડલાસ : યુ.એસ.ના દલાસમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરના નવનિર્મિત હોલમાં 31 જુલાઈના રોજ ' સુંદરકાંડ ' ના પાઠ યોજાઈ ગયા. જેમાં વડોદરાથી પધારેલા શ્રી અતુલભાઈ પુરોહિતે સતત 2 -30 કલાક સુધી ભાવિકોને જકડી રાખ્યા હતા.પાઠમાં 600 ઉપરાંત ભાઈ બહેનો પાઠમાં જોડાયા હતા.

આ પ્રસંગે ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી હિમાંશુભાઈ દોશી તથા શ્રી સોનકભાઈ દેસાઈ પાસ્ટ પ્રેસિડન્ટ ટ્રેઝરર તથા IANT પ્રમુખ શ્રીઉર્મિત જુનેજા તથા શ્રી શૈલેષભાઇ શાહ પાસ્ટ પ્રેસિડન્ટ SLPS ના પ્રમુખ શ્રી કુંતલભાઈ ,શ્રી રાજુભાઈ વાંઠાવાલા તથા આરતી જવેલર્સના શ્રી મુકુંદભાઈ તથા રાધાકૃષ્ણ મંદિરના પ.પૂ.શ્રી મુકુંદાનંદ સ્વામી, શ્રી શ્રયાના ભટ્ટ શ્રી ફેનિલભાઈ પાટડીયા ,પ.પૂ.મુકુંદાનંદ સ્વામી એરપોર્ટથી સીધા હોલ ઉપર આવેલ .પ.પૂ.શ્રી અતુલભાઈનું સ્વાગત કરેલ .

આ તકે ફન એશિયાના શ્રી મહેશભાઈ ઠક્કર ,શ્રી સોમીલ ઠક્કર ,સુશ્રી વૈશાલી ઠક્કર ,તથા શ્રી પૂર્વેશ ઠક્કરે શ્રી અતુલભાઈનું સ્વાગત કરેલ .શ્રોતાઓના આગ્રહને વશ થઇ એક ગરબો પણ ગાયેલ .સુંદરકાંડ સાંભળીને સહુ શ્રોતાઓ પ્રભાવિત થયેલ.16 સપ્ટેમ્બરે બિગેસ્ટ ગુજરાતી ગરબાનું આયોજન કરેલ છે.આ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી મીનકેશ રાવ ,સુશ્રી અલકા રાવ ,તથા શ્રી રાજ ચૌધરી તથા સુશ્રી જાગૃતિબેન ચૌધરી ,તથા ફન એશિયાની ટિમ અને રાધાકૃષ્ણ મંદિરના ભાઈ બહેનોએ ખુબ જ મહેનત કરેલ.અંતમાં સર્વે મહેમાનો તથા શ્રોતાઓએ આરતી કરી.અંતમાં રીચી કેટરર્સ દ્વારા બનાવેલ ગુજરાતી મહાપ્રસાદ લઈને સહુ છુટા પડેલ તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(1:37 pm IST)