એન. આર. આઈ. સમાચાર
News of Monday, 7th September 2020

અમેરિકાના દલાસમાં DFW હિંદુ મંદિર ,એકતા મંદિર ઈરવીગ ,તથા સીધ્ધી વિનાયક ગણપતિ મંદિર દ્વારા ગણપતિ ઉત્સવ ઉજવાયો : ભારે ભાવપૂર્વક કરાયેલી ઉજવણી અંતર્ગત 22 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ગણપતિ પૂજા ,હવન , આરતી ,તથા સત્યનારાયણ કથાનું આયોજન કરાયું : ' અગલે બરસ જલ્દી આના ' સૂત્ર સાથે ગણેશ વિસર્જન દરમિયાન 3 ફૂટની પ્રતિમાનું નાના હોજમાં વિસર્જન કરાયું

દલાસ :   DFW હિંદુ મંદિર-એકતા મંદિર ઇરવીન તથા સિધ્ધી વિનાયક ગણપતિ મંડળ દ્વારા તારીખ ૨૨ મી ઓગસ્ટ થી  ૧ લી સપ્ટેમ્બર સુધી ગણેશ હવન, ગણેશ ઓમ્ તથા ગણેશ સ્થાપનાનું આયોજન કરવામાં આવેલ. દરમ્યાન ૨૯ ઓગસ્ટ ના રોજ બાળકો માટે Virrual પેઈન્ટીંગ નું આયોજન તથા ૩૦ મી ઓગસ્ટના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન શ્રી સત્યનારાયણ ની કથા નું પણ આયોજન કરવામાં આવેલ હતું. તથા ૧લી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ બધાજ કાર્યક્રમ Virtual on-line રાખવામાં આવ્યો હતો. આ દરમ્યાન દરરોજ સાંજે ૬ -૩૦ થી ૭ -૩૦ ગણેશ ભજન - ગણેશ આરતી,ગણેશ અર્ચના જત મંદિરના પૂજારીજી મારફત કરવામાં આવતી હતી, રોજ સવાર સાંજ ભાવિકો દર્શન કરવા આવતા હતાં, કોરોના ની મહામારી ને અનુંલક્ષીને સૌને માસ્ક પહેરીને અને ૬ ફૂટ ના અંતરનું ફરજીયાત પાલન કરાવેલ હતું, આ કાર્યક્રમ દરરોજ જુદા જુદા યજમાનો દ્વારા કરાવવામાં આવેલ.ગણપતિ વિર્સજન સમયે દર વખતે ખૂબજ ભીડ રહેતી હતી પણ આ વર્ષે મંદિરના ટ્રસ્ટીઓ,કારોબારીના સભ્યો તથા સિધ્ધિ વિનાયક ગણપતિ મંડળના સબ્યો હાજર રહ્યા હતા.દર વર્ષ ૨૦ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હતી પણ આ વર્ષે ફક્ત ૩ ફૂટની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવેલ. મંદિરના પાર્કિંગ પ્લોટ માં નાના હોજમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.અને હાજર સૌ " અગલે બરસ જલ્દી આના '' નું સુત્ર બોલતાં હતાં.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(6:11 pm IST)