એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th September 2020

યુ.એસ.માં 3 નવેમ્બરના રોજ યોજાનારી એડિસન શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી યશ પંડ્યાને વિજયી બનાવો : વિદ્યાર્થીઓના અવાજને તથા નવી વિચારધારાને વાચા આપવાનો હેતુ : મેયર , ટાઉનશીપ કાઉન્સિલ ,અને શિક્ષણ બોર્ડ વચ્ચે અસરકારક સહયોગ સાધવાની નેમ સાથે ઉમેદવારી નોંધાવી

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં 3 નવેમ્બરના રોજ યોજાનારી  એડિસન શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી યશ પંડ્યાએ ઉમેદવારી નોંધાવી છે.
      એડિશન પબ્લિક સ્કૂલની શાખાઓમાં લિન્ડેન્યું પ્રાથમિક સ્કૂલ ,હર્બટ હુવર માધ્યમિક સ્કૂલ ,વિજ્ઞાન ,ગણિત , અને ઇજનેરી ટેક્નોલોજી માટે મિડલસેક્સ કાઉન્ટી એકેડમીનો સમાવેશ થાય છે.
      જેમાં વિદ્યાર્થીઓના અવાજને વાચા આપવા ,ઉત્તરદાયિત્વ ,પારદર્શિતા ,તેમજ કરદાતાના ડૉલર્સના મહત્તમ મૂલ્ય માટે તેમણે ઉમેદવારી નોંધાવી છે.તેમના મતે વિદ્યાર્થી પહેલા છે વિક્રેતા નહીં .તેઓ મેયર , ટાઉનશીપ કાઉન્સિલ ,અને શિક્ષણ બોર્ડ વચ્ચે અસરકારક સહયોગ સાધવાની નેમ ધરાવે છે.તેમજ રાજ્ય ભંડોળ ,કાર્યક્રમ ખર્ચ ,સુરક્ષા અને ઓવરક્રાઉન્ડિંગ ઉપર દેખરેખ રાખવા માંગે છે.
      તેઓ બી.એસ.રજર્સ બિઝનેસ સ્કૂલ,ફોર્ચ્યુન 500 ફાર્માસ્યુટિકલ કંપનીમાં " ગોલ્ડ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ " સાથે ફાસ્ટ ટ્રેક નેતૃત્વ ધરાવે છે.તેઓ રીયલ એસ્ટેટ અને આરોગ્યલક્ષી વ્યવસાયની આગેવાની કરી રહેલા યુવા ઉદ્યોગ સાહસિક છે. એડિસન મીડટાઉન લિટલ લીગ ,એડિસન બોયઝ બેઝબોલ ,એડિસન જેટ્સ ,એડિસન પોલીસ એકેડેમી ,સાથે સક્રિય ભાગીદારી ધરાવતા હાઈસ્કૂલ વર્સિટી ખેલાડી છે.
       બાળકોમાં રહેલી રચનાત્મક શક્તિઓને બહાર લાવવા,ચેમ્પિયન સોલ્યૂશન માટે ,તથા નવી વિચારધારાને અને સ્ટુડન્ટ્સના અવાજને વાચા આપવા  3 નવેમ્બર મંગળવારે યોજાનારી ચૂંટણીમાં વિજયી બનાવવા અનુરોધ કરાયો છે. તેમનો મત ક્રમાંક 3 છે.

(8:20 pm IST)