એન. આર. આઈ. સમાચાર
News of Friday, 9th December 2022

પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી :અમેરિકામાં સફોક કાઉન્ટી એક્ઝિક્યુટિવ સ્ટીવ બેલોન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે એક વૃક્ષ અને તકતી સમર્પિત કરશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી નિમિત્તે અમેરિકામાં સફોક કાઉન્ટી એક્ઝિક્યુટિવ સ્ટીવ બેલોન લી ડેનિસન બિલ્ડીંગ ખાતે એક વૃક્ષ અને તકતી સમર્પિત કરશે.

7 ડિસેમ્બર 2022 ના રોજ બપોરે 12:30 વાગ્યે સાઉથ એન્ટ્રન્સ ,એચ. લી ડેનિસન બિલ્ડીંગ 100 વેટરન્સ મેમોરિયલ Hwy Hauppauge, NY મુકામે આયોજિત કાર્યક્રમમાં સફોક કાઉન્ટીના એક્ઝિક્યુટિવ સ્ટીવ બેલોન,પ્રિસાઇડિંગ ઓફિસર કેવિન મેકકેફ્રે ધારાસભ્યો જેસન રિચબર્ગ,સ્ટેફની બોન્ટેમ્પી,લેસ્લી કેનેડી,નિક કારાકપ્પા,મેન્યુઅલ એસ્ટેબન તથા સિનિયર.ટોમ ડોનેલી,સેમ્યુઅલ ગોન્ઝાલેઝ,એન્થોની પિકિરિલો,જિમ Mazzarella,સેનેટર જિમ ગૌઘરન એસેમ્બલીમેન કીથ બ્રાઉન જોન કૈમન, ડેપ્યુટી કાઉન્ટી એક્ઝિક્યુટિવ,તથા શ્રી ગિરીશ પટેલ, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, મેલવિલેસહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ BAPS ના પાંચમા આધ્યાત્મિક ગુરુ અને નેતા છે, અને મેલવિલેમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સહિત 1,100 થી વધુ મંદિરો બનાવવામાં મદદ કરી હતી. તેમણે પોતાનું જીવન અન્યોની સુખાકારી માટે સમર્પિત કર્યું અને તેમના કાર્ય અને ચારિત્ર્ય દ્વારા અન્યોને પ્રેરણા આપતા ઉદાહરણ દ્વારા નેતૃત્વ કર્યું હતું.તેવું રુસો નિકોલ દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)