એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th April 2021

ઇન્ડિયન અમેરિકન શ્રી જેસલ પટેલ ચૂંટણી જીત્યા : ઇલિનોઇસના લિંકનવુડ વિલેજના પ્રમુખ બન્યા : 51.36 ટકા મતો મેળવી પ્રતિસ્પર્ધીને હરાવ્યા


ઈલિનોઈસ : યુ.એસ.ના ઇલિનોઇસમાં આવેલા  લિન્કનવુડ કાઉન્ટીના પ્રમુખની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાઈ હતી.જેમાં લિન્કનવૂડ એલાયન્સ પાર્ટીના ટ્રસ્ટી ઇન્ડિયન અમેરિકન શ્રી જેસલ પટેલ વિજયી બન્યા છે.

તેમણે 51.36 ટકા એટલેકે 1268 મતો મેળવ્યા હતા.જયારે તેમના પ્રતિસ્પર્ધી અને સાથી ટ્રસ્ટી ઈન્ડિપેન્ડન્ટ જ્યોર્જિયન હ્લેપ્સ નિકલને 48.64 ટકા એટલેકે 1201 મત મળ્યા હતા.

શ્રી પટેલ રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે જોડાયેલા છે.અને છેલ્લા 40 વર્ષથી ઇલિનોઇસના  લિંકનવુડમાં સ્થાયી થયેલા છે.

 

(6:59 pm IST)