એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th September 2020

વિશ્વમાં કોવિદ -19 ના કહેર વચ્ચે ફલૂ રોગચાળાથી પણ સાવચેત રહેજો : ફ્લૂની રસી મુકાવવાનું ચુકતા નહીં : નાક ,કાન ,કે આંખોને બને ત્યાંસુધી આંગળી ન અડાડો : મોઢું ઢાંકેલું રાખો : વારંવાર હાથ ધુવો : સુવિખ્યાત અને સેવાભાવી ઇન્ડિયન અમેરિકન ડો.તુષાર પટેલનો અનુરોધ

ન્યુજર્સી : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર વરતાઇ રહ્યો છે.અનેક લોકો પોતાની મહામૂલી જિંદગી ગુમાવી રહ્યા છે તેવા સંજોગોમાં જુના અને વિશ્વ વ્યાપ્ત  રોગ ફલૂ સામે પણ સાવચેત રહેવા સુવિખ્યાત અને સેવાભાવી ઇન્ડિયન અમેરિકન ડો.તુષાર પટેલે કેટલાંક સૂચનો કર્યા છે.

જે મુજબ દરેક વ્યક્તિએ ફ્લૂની રસી મુકાવી દેવી જોઈએ જે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે અથવા મામૂલી દરે મૂકી આપવામાં આવતી હોય છે.ખાસ કરીને 65 વર્ષથી વધુ વયના તેમજ હૃદયરોગ ,ડાયાબિટીસ ,બી.પી.જેવી વ્યાધિઓથી પીડાતા લોકો માટે ફ્લૂથી બચવું ખાસ જરૂરી છે.તેઓ ફ્લૂની રસી મુકાવવાનું ચુકે નહીં તેવું ડો.પટેલે જણાવ્યું છે.

ઉપરાંત દરેક વ્યક્તિએ બહાર નીકળતી વખતે મોઢું ઢાંકેલું રાખવું જોઈએ। . નાક ,કાન ,કે આંખને આંગળી ન અડાડવી જોઈએ . નાક સાફ કરતી વખતે મોઢા આડો રૂમાલ રાખવો જોઈએ તેમજ નાક સાફ કર્યા પછી ઉપર ધૂળ નાખી દેવી જોઈએ .તથા વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ .બીમાર વ્યક્તિઓએ ઘરના લોકો સાથે અંતર જાળવવું જોઈએ તેમજ તાવ ઉતરી જાય પછી જ સામાન્ય સંપર્ક જાળવવા જોઈએ સહીત સાવચેતીના સૂચનો સાથે ફ્લૂની રસી મુકાવી દેવા ઉપર તેમણે વિશેષ ભાર મુક્યો હતો તેવું તિરંગા દ્વારા જાણવા મળે છે.

(1:54 pm IST)