એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th September 2020

ઇન્ડિયન અમેરિકન મીડિયા લીડર સુશ્રી બેલા બજારિયાને ગ્લોબલ ટી.વી.વાઇસ પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન : 2016 ની સાલથી નેટફ્લિક્સ સાથે જોડાયેલા સુશ્રી બેલા હવે ઇન્ટરનેશનલ ટી.વી.પ્રોગ્રામનું પણ સંચાલન કરશે

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન મીડિયા લીડર સુશ્રી બેલા બજારિયાને ગ્લોબલ ટી.વી.વાઇસ પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.તેવું નેટફ્લિક્સના કો-સીઈઓ એ સમાચાર સૂત્રોને જણાવ્યું છે. તેઓ  2016 ની સાલથી નેટફ્લિક્સ સાથે જોડાયેલા છે.તેમણે નેટફ્લિક્સના ફેલાવામાં મહત્વનું યોગદાન આપેલું છે.તેમના રિયાલિટી શો ઇન્ડિયા મેચમેકિંગ તથા ડ્રામા સિરીઝ સેક્રેડ ગેઇમ્સે દર્શકોમાં સારું એવું આકર્ષણ જમાવ્યું હતું . ઉલ્લેખનીય છે કે સુશ્રી બેલા આ અગાઉ મિસ ઇન્ડિયા યુનિવર્સ ઘોષિત થયેલા છે.

(8:53 pm IST)