ઇન્ડિયન અમેરિકન શ્રી કાદર સાકરિયાએ ઇન્ડિયન પ્રેરી સ્કૂલ ડિસ્ટ્રિક્ટની સ્કૂલ બોર્ડની બેઠક માટે ઉમેદવારી નોંધાવી : સ્કૂલના સ્ટુડન્ટ્સને કોઈપણ જાતના વર્ણભેદ ,જાતીય ભેદભાવ ,કે વંશીય ભેદભાવ વિના શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાની નેમ
ઈલિનોઈસ : યુ.એસ.માં ઇલિનોઇસના નેપરવિલેમાં રહેતાઇન્ડિયન અમેરિકન શ્રી કાદર સાકરિયાએ ઇન્ડિયન પ્રેરી સ્કૂલ ડિસ્ટ્રિક્ટની સ્કૂલ બોર્ડની બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે.
તેઓ છેલ્લા 24 વર્ષથી નેપરવિલ્લેમાં સ્થાયી થયા છે.તેમને એક પુત્રી છે.
તેઓ પ્રિપેરેશન ,કોમ્યુનિકેશન ,તથા ટેક્નોલોજી એમ ત્રણ ક્ષેત્રે કામ કરવા માંગે છે.તથા સ્કૂલના સ્ટુડન્ટ્સને કોઈપણ જાતના વર્ણભેદ ,જાતીય ભેદભાવ ,કે વંશીય ભેદભાવ વિના શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાની નેમ ધરાવે છે.તેમજ કોવિદ -19 સામેની લડત માટે પણ તૈયાર કરવા માંગે છે.
તેઓ આરએનએલમાં ચીફ ડિજિટલ તથા ટેક્નોલોજી ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમણે મદ્રાસ યુનિવર્સીટીમાંથી કોમ્યુટર સાયન્સ વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી છે.તથા નોર્થ વેસ્ટર્ન યુનિવર્સીટીમાંથી એમબીએ ની ડિગ્રી મેળવેલી છે.