News of Wednesday, 9th June 2021
' CAREER એવોર્ડ ' : ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રમિક ભટ્ટાચાર્યને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનો ' કેરીઅર એવોર્ડ ' એનાયત : યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના પાંચ પ્રોફેસરોને અપાયેલા એવોર્ડમાં સ્થાન મેળવ્યું
ફ્લોરિડા : ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રમિક ભટ્ટાચાર્યને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનો ' કેરીઅર એવોર્ડ ' એનાયત કરાયો છે.નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાંચ પ્રોફેસરોને અપાયેલા એવોર્ડમાં શ્રી ભટ્ટાચાર્યએ સ્થાન મેળવ્યું છે.
નવા સંશોધકોને જુદા જુદા ક્ષેત્રોમાં સંશોધન ક્ષેત્રે આગળ ધપાવવા નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે ' કેરીઅર એવોર્ડ ' આપવામાં આવે છે.
આ એવોર્ડ માટે યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના પાંચ પ્રોફેસરોની પસંદગી કરવામાં આવી છે. જેઓને આગામી પાંચ વર્ષ દરમિયાન સંશોધન આગળ ધપાવવા માટે સામુહિક રીતે 3 મિલિયન ડોલર આપવામાં આવશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
(7:06 pm IST)