News of Wednesday, 9th June 2021
CFO ઓફ ધ ઈયર 2021 : ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જુલી પટેલને ટેમ્પા બિઝનેસ જર્નલે બિરુદ આપી બિરદાવ્યા
ટેમ્પા ફ્લોરિડા : ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જુલી પટેલને ટેમ્પા બિઝનેસ જર્નલે CFO ઓફ ધ ઈયર 2021નું બિરુદ આપી બિરદાવ્યા છે.
સુશ્રી પટેલ એમબીએની ડિગ્રી ધરાવે છે, તેઓ સેન્ટ્રલ ફ્લોરિડા બિહેવિયરલ હેલ્થ નેટવર્કના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર ( CFO ) છે.
કંપનીએ સુશ્રી પટેલને તેમની મહેનત બદલ ફેસબુકના માધ્યમ દ્વારા અભિનંદન આપ્યા છે.તથા તેમના માટે ગૌરવ વ્યક્ત કર્યું છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
(7:07 pm IST)