એન. આર. આઈ. સમાચાર
News of Monday, 8th August 2022

શું આપ ડાયાબિટીસથી પરેશાન છો ? પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી : ડાયાબિટીસ સાથે ખુશીઓથી ભરપૂર જીવન જીવવા માટેનો કીમિયો જાણવા 24 ઓગસ્ટ 2022 ના રોજ અમેરિકામાં જોય એકેડેમી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વલ્લ્ભધામ હવેલી તથા કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વર્કશોપમાં જોડાવાનું ચૂકશો નહીં : ડાયાબિટીસ અને યોગનો સમન્વય અને તેનું વૈજ્ઞાનિક મહત્વ વિષે વિગતવાર માહિતી આપવામાં આવશે

અકિલા ના એક્ઝી. એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે : જાણીતા નિવૃત યુરોલોજિસ્ટ ડો. પ્રદીપ કણસાગરા તથા સુવિખ્યાત ફિઝિશિયન ડો. કમલ પરીખ તંદુરસ્ત લાઈફ સ્ટાઇલ વિષે માર્ગદર્શન આપશે : વલ્લ્ભધામ હવેલી નેવીન્ગટન, કનેક્ટીકટ મુકામે યોજાનારા વર્કશોપમાં વિનામૂલ્યે જોડાવા માટે અત્યારથી જ રજિસ્ટ્રેશન કરાવી લ્યો

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ડાયાબિટીસથી પરેશાન રહેતા અને ચિંતા કરતા લોકો માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા  છે. જે મુજબ ડાયાબિટીસ સાથે પણ ખુશીઓથી ભરપૂર જીવન જીવવા માટેનો કીમિયો જાણવા 24 ઓગસ્ટ 2022 બુધવારના રોજ અમેરિકામાં વલ્લ્ભધામ હવેલી 26 ચર્ચ સ્ટ્રીટ નેવીન્ગટન કનેક્ટીકટ મુકામે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ડાયાબિટીસ અને યોગનો સમન્વય કેમ કરવો અને તેનું વૈજ્ઞાનિક મહત્વ શું છે તે વિષે નિવૃત યુરોલોજિસ્ટ ડો.પ્રદીપ કણસાગરા ( હેલ્થ ફર્સ્ટ ) , તથા સુવિખ્યાત ફિઝિશિયન ડો.કમલ પરીખ ( હેપ્પી લાઈફ ) દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે.જે અંતર્ગત તંદુરસ્ત જીવન માણવા માટેની જીવન શૈલી ( Life Style ) પર ભાર મુકવામાં આવશે. વર્કશોપના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અકિલા ના એક્ઝી. એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા ખાસ હાજરી આપશે.

જોય એકેડેમી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વલ્લ્ભધામ હવેલી, તથા કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારો વર્કશોપ બપોરે 2-30 કલાક EST USA સમય મુજબ શરૂ થશે. જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. જેના માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. વર્કશોપ બાદ ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચે દર્શાવેલ આમંત્રિતો -આયોજકો પૈકી કોઈનો પણ મોબાઈલ દ્વારા સંપર્ક કરી શકાય છે.

શ્રી ભાષ્કર સુરેજા - જોય એકેડેમી - 860 -798 -2886
શ્રી રાજીવ દેસાઈ - વલ્લ્ભધામ હવેલી - 860 -796 -2162
શ્રી સંજય કાલાવાડિયા - KPSNA - 860 -983 -0910
સુશ્રી પૂર્ણિમા શાહ - ઇન્ડિયા એસો. ઓફ કનેક્ટીકટ - 508 -494 -4024
શ્રી જયેશ પટેલ - GAOCT - 860 -796 -2066
શ્રી આર.પી. પટેલ - વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - 508 -259 -2140
શ્રી વિજય ફળદુ - કોમ્યુનિટી લીડર - 860 -371 -5200
શ્રી ભીમા મોઢવાડીયા - કોમ્યુનિટી લીડર - 203 -561 -3650
શ્રી કૌશિક મકાતી - KPSNE  - કમિટી મેમ્બર - 860 -338 -3035
શ્રી દર્શન કણસાગરા - જોય એકેડેમી - 435 -267 -3272

(4:16 pm IST)