એન. આર. આઈ. સમાચાર
News of Monday, 12th April 2021

યુ.એ.ઈ.સ્થિત ભારતીય મૂળની 5 વર્ષીય બાળકી કિઆરા કૌરની કમાલ : 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચી બતાવ્યા : લંડન વર્લ્ડ બુક રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું

અબુધાબી : મોટા ભાગના માબાપો બાળકોને નાનપણથી જ વાંચનની ટેવ પાડતા હોય છે.જેનું અસાધારણ અને સકારાત્મક પરિણામ યુ.એ.ઈ.માં જોવા મળ્યું છે.જે મુજબ  ભારતીય મૂળની 5 વર્ષીય બાળકી કિઆરા કૌરએ 105 મિનિટમાં જરાપણ રોકાયા વિના  36 પુસ્તકો વાંચી બતાવ્યા છે.જેના પરિણામે લંડન વર્લ્ડ બુક રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું છે. તે તેના પરિવાર સાથે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રહે છે.

કિઆરાને નાનપણથી જ વાંચનનો શોખ હતો. તે કારમાં  હોય કે આરામ કરતી હોય પુસ્તકો હંમેશા તેમના હાથમાં જ હોય છે. એક દિવસ એક નર્સરી શિક્ષકે તેની ઉત્સાહથી વાંચવાની ટેવ નોંધી લીધી અને તેની ખૂબ પ્રશંસા કરી. જેથી તેને પ્રોત્સાહન મળ્યું .

કિઆરા  ડોક્ટર બનવા માંગે છે. તેણે એનડીટીવીને કહ્યું, 'પુસ્તકો સાથે ભણવું મારા માટે ખૂબ આનંદપ્રદ છે. તમે ક્યાંય પણ પુસ્તક લઈ શકો છો. ' કિયારાએ કહ્યું કે તે રંગીન ચિત્રોવાળા પુસ્તકો પસંદ કરે છે અને મોટા અક્ષરોમાં છાપવામાં આવેલા પુસ્તકો તેને વધુ ગમે છે. તેના પ્રિય પુસ્તકોમાં સિન્ડ્રેલા, એલિસ ઇન વન્ડરલેન્ડ અને વધુ શામેલ છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(4:33 pm IST)