એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th July 2021

કોવિદ -19 સંજોગો પછી ભારતીય સ્ટુડન્ટ્સ માટે કેનેડાનું નાગરિકત્વ મેળવવાનો માર્ગ હવે મોકળો : 2021 ની સાલના પ્રથમ ચાર માસમાં એક લાખ ભારતીય સ્ટુડન્ટ્સને સ્ટડી વિઝા અપાયા : 2020 ની સાલના પ્રથમ ચાર માસમાં 66 હજાર અને 2019 માં 96 હજાર સ્ટુડન્ટ્સને સ્ટડી વિઝા અપાયા હતા : પોસ્ટ સ્ટડી વર્ક પરમીટ અને કાયમી નાગરિકત્વની તક કારણભૂત

ટોરોન્ટો : ભારતમાં કોવિદ -19 ની બીજી લહેર વચ્ચે પણ કેનેડાએ 2021 ની સાલના પ્રથમ ચાર માસમાં એક લાખ ભારતીય સ્ટુડન્ટ્સને સ્ટડી વિઝા આપ્યા છે. જેઓ પ્રથમ ટર્મમાં ઘેર બેઠા અને બીજી ટર્મમાં કેનેડા જઈ અભ્યાસ કરી શકશે.

આ અગાઉ  2020 ની સાલના પ્રથમ ચાર માસમાં 66 હજાર અને 2019 માં 96 હજાર સ્ટુડન્ટ્સને સ્ટડી વિઝા અપાયા હતા તેવું કેનેડાના દિલ્હી ખાતેના હાઇ કમિશ્નરે જણાવ્યું હતું..

ભારતીય સ્ટુડન્ટ્સ માટે કેનેડાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે ત્યાં પોસ્ટ સ્ટડી વર્ક પરમીટ આપવામાં આવે છે. ઉપરાંત આગળ જતા  કાયમી નાગરિકત્વની તક પણ આપવામાં આવે છે.

બીજું કારણ એ છે કે કેનેડામાં અનેક  જાતના વિવિધ અભ્યાસક્રમો છે. તેમજ આ માટેની ટ્યુશન ફી પણ બીજા દેશોની સરખામણીમાં ઓછી છે.સાથોસાથ ત્યાંની લાઈફ સ્ટાઇલ ભારતીયોને અનુકૂળ છે.તેવું ટી.ઓ.ઈ.દ્વારા જાણવા મળે છે.

 

(6:41 pm IST)