એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 13th August 2020

' ભાજપ સાંસદ ડો.મહેશ શર્મા લાપત્તા ' : શોધી લાવનારને 1 લાખ રૂપિયાનું ઇનામ : ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સુદીક્ષા ભાટીને લુખ્ખાઓએ મોતને ઘાટ ઉતાર્યાના 3 દિવસ પછી પણ ડોકાયા નથી

નોઈડા : જૂન માસમાં વતનમાં આવેલી અને અમેરિકામાં અભ્યાસ કરતી યુવતી સુદીક્ષા ભાટી તેના મામાને ઘેર જઈ રહી હતી ત્યારે રસ્તામાં લુખ્ખાઓએ તેનો પીછો કરી સ્કૂટર અથડાવી મોતને ઘાટ ઉતારી દીધાના ત્રણ દિવસ વીતી ગયા પછી પણ ગૌતમનગરના ભાજપ સાંસદ ડો.મહેશ શર્મા આ યુવતીના પરિવાર જનો સમક્ષ ડોકાયા પણ નથી તેમજ પોતાના વિસ્તારમાં રહેતા આ પરિવારને આશ્વાસન આપવા કે ઘટના અંગે પગલાં લેવા પણ કોઈ તૈયારી બતાવી નથી.આથી સમાજવાદી પાર્ટીના આગેવાન શ્યામસિંહ ભાટીએ આ સાંસદને સુદીક્ષાના ઘેર લાવી આવનાર માટે 1 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સુદીક્ષા અમેરિકામાં બૉબ્સન કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી.અને જૂન મહિનામાં વતનમાં આવી હતી અને 20 ઓગસ્ટના રોજ અમેરિકા પરત ફરવાની હતી.તે લુખ્ખાઓને કારણે મોતને ઘાટ ઉતરી જતા દેશ વિદેશમાં તેના ઘેર પડઘા પડ્યા છે.

(6:52 pm IST)