ખેડૂત આંદોલનને સમર્થન આપવા પંજાબનો વતની યુવાન અમેરિકાથી ભારત આવ્યો : અમેરિકાના ટેક્સાસમાં અભ્યાસ કરતો યુવાન 22 વર્ષીય નવપાલ સિંહ આંદોલનમાં જોડાયો
ન્યુદિલ્હી : અમેરિકાના ટેક્સાસમાં અભ્યાસ કરી રહેલો પંજાબનો ખેડૂત પુત્ર યુવાન ભારતના કૃષિ ધારા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા ભારત આવતો રહ્યો છે.
હજુ એક વર્ષથી પણ ઓછા સમય પહેલા એટલેકે માર્ચ માસમાં વતનમાં આવેલા આ યુવાનની હાલની તકે ભારત આવવાની કોઈ ગણતરી નહોતી.પરંતુ ભારતના કૃષિ ધારા વિરુદ્ધ છેલ્લા દોઢ માસ જેટલા સમયથી આંદોલન ચાલી રહ્યું હોવા છતાં સરકાર મચક આપતી ન હોવાથી તેનું દિલ દ્રવી ઉઠ્યું હતું. પોતાના પરિવાર સહીત અન્ય મોટી સંખ્યામાં દિલ્હી આવેલા ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ મક્કમ રહી તેમના ઉપર ચલાવતા પાણીના મારા સામે તેમજ કમોસમી વરસાદના ઝંઝાવાત સામે ખુલ્લા મેદાનમાં મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. આ સંજોગોમાં ચાલી રહેલા આંદોલનને ટેકો આપવા તે અભ્યાસ અધૂરો મૂકી ભારત આવી ગયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.