એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th January 2021

પાકિસ્તાનની યુનિવર્સીટીનું ફરમાન : યુવતીઓ ટાઈટ જીન્સ અને ટીશર્ટ ન પહેરે : મેઇક અપ કરીને આવવાની પણ મનાઈ : જવેલરી પહેરવા ઉપર પણ પ્રતિબંધ : યુવાનો પણ ટાઈટ જીન્સ ,શોર્ટ્સ,ચેઇન ,તથા સ્લીપર પહેરીને કોલેજમાં નહીં આવી શકે : લાંબા વાળ તથા પોની ટેલ રાખવાની મનાઈ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા પ્રાંતમાં આવેલી હજારા યુનિવર્સીટીએ નવું ફરમાન જાહેર કર્યું છે.જે મુજબ કોલેજમાં યુવતીઓ ટાઈટ જીન્સ અને ટીશર્ટ પહેરીને નહીં આવી શકે.તેમજ તેઓ માટે મેઇક અપ કરીને આવવા  ઉપર તેમજ જવેલરી પહેરવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.તેમજ કોલેજે મોટી સાઈઝનું બેગ જેવું પર્સ લઈને આવવા ઉપર રોક લગાવી દેવાઈ છે.

યુનિવર્સીટીએ યુવાનો માટે પણ ડ્રેસ કોડ નક્કી કરી નાખ્યા છે. જે મુજબ તેઓ ટાઈટ જીન્સ ,શોર્ટ્સ,ચેઇન ,તથા સ્લીપર પહેરીને કોલેજમાં નહીં આવી શકે. તેમજ  લાંબા વાળ તથા પોની ટેલ રાખવા ઉપર પણ રોક લગાવી દેવાઈ છે. યુનિવર્સીટીના આ નિર્ણય વિરુદ્ધ કોલેજમા અભ્યાસ કરતા યુવક યુવતીઓમાં  ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)