અમેરિકાના ઓનલાઇન મેગેઝીન ' ટીન વોગ ' ના ચીફ એડિટર તરીકે સુશ્રી વર્ષા શર્માની નિમણુંક : 24 મે 2021 થી હોદ્દો સંભાળશે
વોશિંગટન : અમેરિકાના ઓનલાઇન મેગેઝીન ' ટીન વોગ ' ના ચીફ એડિટર તરીકે ઇન્ડિયન અમેરિકન જર્નાલિસ્ટ સુશ્રી વર્ષા શર્માની નિમણુંક કરવામાં આવી છે. તેઓ 24 મે 2021 થી હોદ્દો સંભાળશે .તથા એલેક્સી એમસીકમાન્ડનું સ્થાન લેશે.
ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક મળતા સુશ્રી વર્ષાએ જણાવ્યું હતું કે આ તક મળવા બદલ હું અતિ ઉત્સાહિત અને આભારી છું. મને અહીં આવવામાં મદદ કરનાર દરેક વ્યક્તિનો આભાર, ”34 વર્ષીય ભારતીય અમેરિકન પત્રકારે 10 મેના રોજ ઉપરોક્ત ટ્વિટ કરી હતી.
આ તકે વોગના વૈશ્વિક સંપાદકીય નિર્દેશક અને કોન્ડે નાસ્ટના મુખ્ય અધિકારી અન્ના વિંટોરે જણાવ્યું હતું કે કે શર્મા “કુદરતી નેતા” છે, જે “વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને સ્થાનિક વલણો અને મુદ્દાઓની ઊંડી સમજ ધરાવે છે . તેમજ રાજકારણથી લઈને સંસ્કૃતિ અને. ફેશનનું જ્ઞાન ધરાવે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.