News of Monday, 12th October 2020
સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારની કારને અકસ્માત પતિ-પત્નીનું મોત: માસુમ બાળકીનો આબાદ બચાવ
ભરૂચના વાગરાના કોલવાણા પરિવાર સાઉથ આફ્રિકામાં સ્થાયી હતો
ભરૂચ: સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. સાઉથ આફ્રિકાના ડરબન ટાઉન ખાતે ભરૂચના ફેમેલીની કારનો અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું છે. જ્યારે નાની બાળકીનો આબાદ બચાવ થયો છે.
ભરૂચના વાગરા તાલુકાના કોલવણાનો એક પરિવાર છેલ્લા 8-10 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. કોલવણાના સાકીર પટેલ અને રોજમીના પટેલ રોજીરોટી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા. ત્યારે સાકીર પટેલ, તેની પત્ની રોજમીના પટેલ અને તેમની નાની દીકરી કારમાં સવાર હતા. તે દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન ટાઉન ખાતે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું છે જ્યારે નાની બાળકીનો આબાદ બચાવ થયો છે
(11:36 am IST)