એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th October 2021

' ન્યુયોર્ક બાર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ' ચેર પર્સન તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલાની નિમણુંક : બેંગ્લોરની વતની 32 વર્ષીય એડવોકેટ મહિલા સુશ્રી રામ્યા જવાહર કુડેકલ્લુના નામે સૌપ્રથમ અશ્વેત ચેર પર્સન મહિલાનો વિક્રમ નોંધાયો

ન્યુયોર્ક : બેંગ્લોરની વતની 32 વર્ષીય એડવોકેટ મહિલા સુશ્રી રામ્યા જવાહર કુડેકલ્લુના નામે સૌપ્રથમ ન્યુયોર્ક બાર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ચેર પર્સન તરીકે અશ્વેત ઇન્ડિયન અમેરિકન મહિલાની નિમણુંકનો વિક્રમ નોંધાયો છે.

આ હોદા ઉપર નિમણુંક મેળવતા સુશ્રી  રામ્યાએ હર્ષ વ્યક્ત કર્યો હતો તથા જણાવ્યું હતું કે હું પડકાર જીલવા તૈયાર છું.માનવ અધિકોરાનો પ્રશ્ન વિશ્વ વ્યાપ્ત છે પછી તે ભારત હોય કે અમેરિકા દરેક દેશમાં આ પ્રશ્ન છે.

સુશ્રી રામ્યાની પૂર્વ કારકિર્દીને ધ્યાનમાં લઇ ઉપરોક્ત નિમણુંક કરવામાં આવી છે.તેવું એન આર આઈ પલ્સ દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)