News of Tuesday, 10th November 2020
અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી પછીની અસરો : ડોનાલ્ડ ટ્રમ્પએ ફેડરલ એનર્જી કમિશનના ચેરમેન પદેથી ઇન્ડિયન અમેરિકન શ્રી નીલ ચેટર્જીને હટાવ્યા : 2017 ની સાલમાં 5 વર્ષ માટે પસંદગી કરી હતી
વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં પરાજિત થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પએ અમુક હોદાઓ ઉપર બિરાજમાન મહત્વની વ્યક્તિઓને તેમના હોદા ઉપરથી દૂર કરી અન્યને જવાબદારી સોંપી છે.
જે પૈકી ફેડરલ એનર્જી રેગ્યુલેટરરી કમિશનના ચેરમેન પદે ડોનાલ્ડ ટ્રમ્પએ 2017 ની સાલમાં ઇન્ડિયન અમેરિકન શ્રી નીલ ચેટર્જીની પસંદગી કરી હતી.પાંચ વર્ષ માટે કરાયેલી આ પસંદગીની મુદત પુરી થયા પહેલા ટ્રમ્પએ તેમને 5 નવેમ્બરના રોજ હોદા ઉપરથી દૂર કર્યા છે.જે માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:00 pm IST)