એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 15th June 2021

ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં : ' સ્ટેચ્યુ ઓફ ગરુડ ' નામથી સુપ્રસિદ્ધ આ મૂર્તિનું નિર્માણ કરવામાં 24 વર્ષ લાગ્યા હતા : ઇન્ડોનેશિયાની એરલાઈન્સનું નામ પણ ભગવાન વિષ્ણુના વાહન ગરુડ ઉપરથી 'ગરુડ એરલાઇન્સ'

ઇન્ડોનેશિયા : સૌથી વધુ મુસ્લિમ આબાદી ધરાવતા દેશ ઇન્ડોનિશિયામાં  હિંદુત્વના અનેક પ્રતીકો જોવા મળે છે. જે મુજબ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુની વિશ્વની સૌથી મોટી મૂર્તિ આ દેશમાં છે.  સ્ટેચ્યુ ઓફ ગરુડ નામથી સુપ્રસિદ્ધ આ મૂર્તિને બનાવતા 24 વર્ષ લાગ્યા હતા.

મૂર્તિ બનાવવાનું કામ 1994 ની સાલમાં શરૂ કરાયું હતું. બાદમાં 2007 થી 2013 ની સાલ દરમિયાન બજેટની કમીને કારણે કામ સ્થગિત કરી દેવાયું હતું. જે 2013 ની સાલ બાદ ફરીથી શરૂ કરાયું હતું. તે 2018 ની સાલમાં પૂરું થયું હતું.

ઉપરાંત  ભગવાન વિષ્ણુના વાહન ગરુડ ઉપરથી ઇન્ડોનેશિયાની એરલાઈન્સનું નામ પણ ગરુડ એરલાઇન્સ રાખવામાં આવ્યું છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:07 pm IST)