એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th August 2022

અમેરિકાનું એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ આજ 15 ઓગસ્ટના રોજ સાંજે ત્રિરંગાની રોશનીથી ઝળહળશે : આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે FIA દ્વારા કરવામાં આવેલું આયોજન

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ  ( FIA ) NY -NJ -CT -NE ના ઉપક્રમે ' આઝાદીકા અમૃત મહોત્સવ 'ની ઉજવણી નિમિત્તે કરવામાં આવેલા આયોજન મુજબ આજ 15 ઓગસ્ટના રોજ સાંજે અમેરિકાનું એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ત્રિરંગાની રોશનીથી ઝળહળશે .

દર વર્ષે ભારતના સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી નિમિત્તે FIA 37 -05 -74 મી સ્ટ્રીટ ,બીજો માળ ,જેક્સન હાઈટ્સ ,ન્યુયોર્ક દ્વારા ભવ્ય ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સ તથા રાજકીય , સામાજિક તેમજ કોમ્યુનિટી અગ્રણીઓ જોડાય છે.જે સહુથી મોટી પરેડ ગણાય છે.

આજ 15 ઓગસ્ટના રોજ સાંજે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ખાતે ત્રિરંગાની રોશનીનો ઝગમગાટ IndianTriColorsESB દ્વારા ફેસબુક ,ટવીટર સહિતના માધ્યમથી જોઈ શકાશે .તેવું FIA ની યાદી જણાવે છે.

 

(2:37 pm IST)