એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th July 2021

હવે યુ.એસ.ના ઇલિનોઇસની સ્કૂલોમાં એશિયન અમેરિકન ઇતિહાસ ભણાવાશે : પ્રાથમિક તથા હાઈસ્કૂલ સુધીના અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો : 2022-2023 ની સાલથી અમલ : એશિયન અમેરિકન કોમ્યુનિટી વિષેનો ઇતિહાસ ભણાવનાર ઈલિનોઈસ અમેરિકાનું સૌપ્રથમ સ્ટેટ બનશે

ઈલિનોઈસ : ઈલિનોઈસ ગવર્નરે 9 જુલાઈના રોજ TEAACH ( ટીચિંગ ઇકવીટેબલ એશિયન અમેરિકન કોમ્યુનિટી હિસ્ટરી ) એક્ટ ઉપર સહી સિક્કા કરી દીધા છે.

કોવિદ -19 સંજોગોમાં રાજ્યમાં વંશીય ભેદભાવને કારણે એશિયન અમેરિકન પ્રજાજનો ઉપર થયેલા હુમલાઓને ધ્યાને લઇ સ્થાનિક લોકોને તથા ભાવિ પેઢીને એશિયન અમેરિકન ઇતિહાસ તથા સંસ્કૃતિ વિષે માહિતી આપવા તથા ગેરસમજ દૂર કરવાના હેતુથી ઇન્ડિયન અમેરિકન સેનેટર શ્રી રામ વિલીવલમ દ્વારા બિલ મુકવામાં આવ્યું હતું જે ગવર્નરે મંજુર કરી દીધું છે.

નવા અભ્યાસક્રમનો અમલ 2022-2023 ની સાલથી પ્રાથમિક તથા હાઈસ્કૂલ સુધીના અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. શ્રીરામ વિલીવલમ ઈલિનોઈસ રાજ્યના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન સેનેટર છે.  તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:44 pm IST)