એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th July 2021

પાકિસ્તાનમાં મલાલા યુસુફના ફોટાવાળા પુસ્તકો જપ્ત : નોબલ પ્રાઈઝ વિજેતા મહિલાની પોતાના વતનમાં કદર નહીં

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં મલાલા યુસુફજાઇના ફોટાવાળા પુસ્તકો જપ્ત કરવામાં આવ્યા છે.સમગ્ર વિશ્વનું પ્રથમ નંબરનું પ્રાઈઝ ગણાતું નોબલ પ્રાઈઝ વિજેતા બનેલી પાકિસ્તાનની મહિલા મલાલા યુસુફજાઇની ખુદ વતનમાં જ કદર ન કરાતી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલી એક સ્કૂલના પુસ્તકમાં દેશના મહત્વના મહાપુરુષોના ફોટા દર્શાવ્યા હતા. જેમાં મલાલાનો ફોટો હોવાથી તે પુસ્તકની પ્રતો રાજ્ય સરકારે જપ્ત કરી લીધી છે.

હાલમાં બ્રિટનમાં સ્થાયી થયેલી 24 વર્ષીય મલાલા તેના અમુક વિધાનોને કારણે પાકિસ્તાનમાં વિવાદનું કેન્દ્ર બની છે.

ઉલ્લેખનીય છે કે નોબલ પ્રાઈઝ  વિજેતાઓની અત્યાર સુધીની યાદીમાં મલાલા સૌથી નાની ઉંમરે પ્રાઈઝ વિજેતા બની હોવાનો વિક્રમ છે.તેની હાલની ઉંમર 24 વર્ષ છે. તે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખામાં મહિલાઓ તથા બાળકોને શિક્ષણ અપાવવાની હિમાયત કરનાર મહિલા તરીકે વિશ્વ વિખ્યાત છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:07 am IST)