એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 12th September 2020

પાકિસ્તાનમાં શિયા વિરોધી આંદોલને જોર પકડ્યું : કરાંચીમાં હજારો લોકો રોડ ઉપર ઉતરી આવ્યા : શોસીયલ મીડિયા ઉપર ફોટાઓ અને વિડિઓ વાઇરલ : તોફાનો ફાટી નીકળવાની શક્યતા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં શિયા વિરોધી આંદોલને ફરીથી જોર પકડ્યું છે.કરાંચીમાં હજારો લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે.જેના ફોટાઓ અને વિડિઓ શોશિયલ મીડિયા ઉપર વાઇરલ થવા લાગ્યા છે પરિણામે તોફાનો ફાટી નીકળવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
આતંકી સંગઠન સિપાહ -એ-સહાબા કે જે શિયાઓની હત્યા માટે કુખ્યાત છે તેના પોસ્ટર સાથે શિયા કાફીર હૈ ના નારા લગાવાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શિયા નેતાઓએ ટીવી ઉપર ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાથી વિરોધ પ્રદર્શન કરી રહેલી રેલી ઉગ્ર સ્વરૂપ પકડી શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)