એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 12th September 2020

સાઉથ આફ્રિકામાં લૂંટફાટ અને હત્યા માટે ગુજરાતીઓ નિશાના ઉપર : ભરૂચના 3 વતનીઓ ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

જોહનિસબર્ગ : આફ્રિકામાં વધુ ત્રણ ગુજરાતીઓ  પર હુમલો અને લૂંટ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આફ્રિકાના જનીનમાં નિગ્રો જાતિના લૂંટારૂઓએ મૂળ ભરૂચના 3 વતનીઓને  લૂંટનો શિકાર બનાવ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં વધુ એકવાર ગુજરાતી સાથે લૂંટની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આફ્રિકાના જનીન શહેરમાં નિગ્રો જાતિના લૂંટારુઓએ ભરૂચના જંબુસરના કાવી ગામના વ્યક્તિઓને માર મારી લૂંટી લીધા હોવાની માહિતી મળતા પરિવારજનો ચિંતાતૂર બન્યા છે. આ ઘટનામાં સીરાજ મહંમદ સહિત અન્ય બે વ્યક્તિઓ જનીન શહેરમાં ધંધાર્થે દુકાન પર જતાં સમયે લૂંટારુઓએ લૂંટ ચલાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસોમાં વિદેશોમાં ભારતીયો પર હુમલાઓ અને લૂંટાયા હોવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી, ત્યાં વધુ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં બની હતી. સાઉથ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામનો વતની લૂંટાયો હોવાની ઘટના સામે આવી હતી. સાઉથ આફ્રિકામાં પોતાના ઘર પાસે જ ઈમ્તિયાઝ ભાઈ કોચા કારમાં આવેલ લૂંટારુંના હાથે લૂંટાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:01 pm IST)