એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 12th September 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ચૂંટણી કમપેનમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુમોના ગુહાનો સમાવેશ : સાઉથ એશિયા ગ્રુપ કો-ચેર તરીકે જવાબદારી સંભાળશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનની ટીમમાં પ્રચાર કાર્ય માટે અનેક ઇન્ડિયન તથા સાઉથ એશિયન અમેરિકન અગ્રણીઓ જોડાયા છે.જેમાં  સુમોના ગુહ ,રિચાર્ડ વર્મા ,સીમા બિસ્વાલ ,સહિતના નામો અગ્રક્રમે છે.જે પૈકી સુશ્રી સુમોના ગુહાને સાઉથ એશિયા ગ્રુપ કો-ચેર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
સુશ્રી સુમોના આ અગાઉ સેક્રેટરી પોલિસી પ્લાન સ્ટાફ તરીકે  અનુભવ લઇ ચુક્યા છે.અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન માટેના સ્પેશિઅલ એડવાઈઝર તરીકે પણ સફળ કામગીરી બજાવી ચુક્યા છે.તેમજ સ્ટેટ પોલિસી અફેર્સમાં પણ અંડર સેક્રેટરી તરીકે જવાબદારી સાંભળી ચુક્યા છે.
તેમના અનુભવ અને કાર્ય કૌશલ્યનો લાભ લેવા જો બિડનના ચૂંટણી કમપેનમાં ઉપરોક્ત હોદા ઉપર તેઓને નિમણુંક આપવામાં આવી છે તેવું જાણવા મળે છે.

(7:34 pm IST)