એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 12th September 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર સુશ્રી કમલા હેરીસના વસ્ત્ર પરિધાને જમાવ્યું આકર્ષણ : તેમણે પહેરેલા ચકચકિત સ્પોર્ટ્સ શૂઝનો વિડિઓ વાઇરલ : 8 મિલિયન લોકોએ જોઈને વખાણ કર્યા

કેલિફોર્નિયા : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસન પ્રસંશકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.અલબત્ત તેમના સમર્થન માટે મોટા ભાગના લોકો તેમની કામગીરીની કદર કરી રહ્યા છે.તે વચ્ચે તાજેતરમાં 7 સપ્ટેમ્બરના રોજ તેમણે પહેરેલા ચકચકિત સ્પોર્ટ્સ શૂઝએ પણ સારું એવું આકર્ષણ જગાવ્યું હતું .આ બુટ પહેરેલો તેમનો વિડિઓ વાઇરલ થયો હતો.જેને 8 મિલિયન લોકોએ જોયો હતો.તથા તેમની પ્રસંશા કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)