એન. આર. આઈ. સમાચાર
News of Monday, 14th September 2020

નેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી અને સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ પ્રચંડ વચ્ચેના વિવાદે પ્રજાને કોરોના વાઇરસનો ભોગ બનવા દીધી : સતત 7 સપ્તાહ સુધી ચાલેલા સંઘર્ષ દરમિયાન 54 હજાર ઉપરાંત લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા : 345 નાગરિકોનું મોત નીપજ્યું : આ સંજોગોમાં ધરતીકંપ રૂપી કુદરતી આપત્તિએ પણ વધુ તારાજીનું સર્જન કર્યું

કાઠમંડુ : નેપાળમાં સતત 7 સપ્તાહ સુધી સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ પ્રચંડ  અને પ્રાઈમ મિનિસ્ટર ઓલી વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો હતો.જેનું સમાધાન થયું ત્યાં સુધીમાં  54 હજાર ઉપરાંત લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા હતા.કારણકે આ સમય દરમિયાન પ્રજાના પ્રશ્નોની ઉપેક્ષા કરાઈ હતી.જેના પરિણામે સંક્રમિત લોકો પૈકી 345 નાગરિકો મોતને ભેટી ચુક્યા હતા.
7 સપ્તાહ બાદ થયેલા સમાધાનમાં નક્કી થયા મુજબ હવેથી રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય પ્રશ્નો બાબતે નિર્ણય લેતા પહેલા પ્રાઈમ મિનિસ્ટર પાર્ટી અધ્યક્ષની સલાહ લેશે અને સ્થાનિક પ્રશ્નો તથા દૈનંદિન કામગીરીમાં પાર્ટી અધ્યક્ષ ચંચુપાત નહીં કરે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:46 pm IST)