એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 15th September 2020

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણુંક માટેની યાદીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી અમુલ થાપર મોખરે : 9 સપ્ટેમ્બરના રોજ પ્રેસિડન્ટ ટ્રમ્પએ સંભવિત ઉમેદવારોની યાદી જાહેર કરી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ દ્વારા વ્હાઇટ હાઉસ મારફત સુપ્રીમ કોર્ટના આગામી ન્યાયધીશોના નામો માટેની સંભવિત યાદી 9 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાઈ છે.જોકે આ યાદીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી અમુલ થાપર નું નામ નહોતું પરંતુ તેઓનું નામ ત્યાર પહેલાની યાદીમાં સમાવિષ્ટ કરાઈ ગયું હોવાથી તેમની પસંદગીના ચાન્સ વધુ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
          યુ.એસ.ની છઠ્ઠી સર્કિટ કોર્ટ ઓફ અપીલમાં સેવા આપનાર શ્રી થાપર સહુ પ્રથમ ઇન્ડિયન અમરિકન છે.તથા ફેડરલ અપીલ કોર્ટ જજ તરીકે સેવા આપનાર તેઓ દ્વિતીય ઈન્ડિન અમેરિકન છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)