એન. આર. આઈ. સમાચાર
News of Friday, 15th January 2021

અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડેન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં ભારતીયોનો દબદબો : વધુ એક મહિલાને સ્થાન : સુશ્રી સોનિયા અગરવાલને ક્લાઈમેટ પોલિસી સીનીઅર એડવાઈઝર તરીકે સ્થાન અપાયું

વોશિંગટન : એનર્જી એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ એક્સપર્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી  સુશ્રી સોનિયા અગરવાલને અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં ક્લાઈમેટ પોલિસી એન્ડ ઇનોવેશન સીનીઅર એડવાઈઝર તરીકે 14 જાન્યુઆરીના રોજ નિમણુંક આપવામાં આવી છે.

તેઓ અમેરિકાના 200 ઈલેક્ટ્રીસીટી પોલિસી ધરાવતા પાવર પ્લાન્ટમાં સેવાઓ આપી રહ્યા છે.જેના તેઓ કો ફાઉન્ડર તથા વાઇસ પ્રેસિડન્ટ છે.તેઓએ ક્લાઈમેટ ચેન્જ અંગેની વિશ્વ સ્તરીય ટીમ દ્વારા કરાયેલા સંશોધનમાં કામગીરી બજાવેલી છે.

અમેરિકાના ઓહિયોમાં જન્મેલા અને ઉછરેલા સુશ્રી સોનિયા સ્ટેનફોર્ડ યુનિવર્સીટીની સિવિલ એન્જીનીઅરીંગ વિષય સાથેની માસ્ટર ડિગ્રી ધરાવે છે.

(8:18 pm IST)