એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th February 2021

યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ તરીકે ભારતીય મૂળની મહિલા આકાંક્ષા અરોરાએ ઉમેદવારી નોંધાવી : વર્તમાન મહાસચિવ એન્ટોનિઓ ગુટરેસ સામે ઉમેદવારી નોંધાવનારી પ્રથમ વ્યક્તિ : નવા ઇતિહાસનું સર્જન થશે : છેલ્લા 75 વર્ષમાં કોઈ મહિલાને આ સ્થાન મળ્યું નથી

વોશિંગટન : યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ તરીકે કાર્યરત એન્ટોનિઓ ગુટરેસના હોદાની મુદત 31 ડિસેમ્બરના રોજ પુરી થાય છે.તેઓ બીજી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવવાના છે.

આ સંજોગોમાં ભારતીય મૂળની મહિલા 34 વર્ષીય આકાંક્ષા અરોરાએ આ પદ માટે  ઉમેદવારી નોંધાવી છે. વર્તમાન મહાસચિવ સામે ઉમેદવારી નોંધાવનાર તે પ્રથમ વ્યક્તિ છે.

આકાંક્ષા  હાલમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં  ઓડિટ કો ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે.તેના મતે આ હોદા ઉપર છેલ્લા 75 વર્ષમાં કોઈ મહિલાને સ્થાન મળ્યું નથી.જો તેઓ ચૂંટાઈ આવે તો નવા ઇતિહાસનું સર્જન થશે.

(5:24 pm IST)