એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th February 2021

બિડન સરકારના વ્હાઇટ હાઉસ પ્રવક્તા ટી.જે.ડુકલો એક સપ્તાહ માટે સસ્પેન્ડ : મહિલા રિપોર્ટરને ધમકી આપ્યાનો આરોપ

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડન સરકારના વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટી.જે.ડુકલોને એક સપ્તાહ માટે વિના પગારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમના ઉપર મહિલા રિપોર્ટર પામેરીના અંગત જીવનની તપાસ કરાવવા તથા મારવાની ધમકી આપવાના આરોપને ધ્યાને લઇ ઉપરોક્ત પગલું લેવાયુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:25 pm IST)