એન. આર. આઈ. સમાચાર
News of Monday, 17th May 2021

શિકાગો ખાતેના કોન્સ્યુલેટ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ : NFIA ,FIA ,GOPIO ,તથા ઇન્ડિયન અમેરિકન સંગઠનોના 100 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો

શિકાગો : નેશનલ ફેડરેશન ઓફ  ઇન્ડિયન અમેરિકન ( NFIA )
એસોસિએશન્સ, ફેડરેશન ઓફ  ઇન્ડિયન એસોસિએશન્સ-શિકાગો, ( FIA
શિકાગો )ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ  પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન  ( GOPIO ) અને શિકાગો ક્ષેત્રના  ઇન્ડિયન અમેરિકન સંગઠનોના ઉપક્રમે તાજેતરમાં શિકાગો ખાતેના કોન્સ્યુલેટ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં 100 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ તકે શિકાગોખાતેના  ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી અમિત કુમારે  ઇન્ડિયન અમેરિકન સમુદાયના પ્રતિનિધિઓને કોન્સ્યુલર સેવાઓ સંબંધિત મુદ્દાઓ રજૂ કરવા જણાવ્યું હતું.

જેના અનુસંધાને એનએફઆઈએ પ્રમુખ અજોય કુમાર દુબેએ જણાવ્યું હતું કે “એનએફઆઈએ તેની સભ્ય સંસ્થાઓ સાથે મળીને જરૂરિયાતમંદ, વંચિત અને લાયક જૂથો માટે શૈક્ષણિક અને માનવતાવાદી સંસાધનો,  વિકાસ તથા  સુરક્ષિત સાધન પ્રદાન કરે છે.

થોમસ અબ્રાહમ, ગોપીઓ ઇન્ટરનેશનલના વર્તમાન અધ્યક્ષે જણાવ્યું હતું કે તેઓને  યુ.એસ.-ભારત વચ્ચે  વધુ સારા સંબંધો થાય તે માટે રસ છે.

શ્રી અમિત કુમારે જણાવ્યું હતું કે યુ.એસ.-ભારત સંબંધો, “ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની ભાગીદારી લોકોથી લોકોના જોડાણ પર બનાવવામાં આવી છે. ભારતીય અમેરિકનો લગભગ તમામ ક્ષેત્રોમાં કામ કરે છે, ખાસ કરીને આરોગ્યસંભાળ, ક્લીન એનર્જી , ડિજિટલ ટેક, ઉચ્ચ શિક્ષણ અને આર્થિક સહયોગ. સંબંધોને વધારવામાં એનઆરઆઈની નિર્ણાયક ભૂમિકા છે. ”તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)