એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 15th September 2021

સનાતન ધર્મ અને હિન્દુત્વ ફિલોસોફીના અભ્યાસ માટે શિકાગોમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ઓફ વેદિક વેલનેસની સ્થાપના : ડિજિટલ યુગમાં હિન્દુત્વ ફિલોસોફી સાથે સનાતન ધર્મના મૂલ્યોનો પ્રચાર કરવાનો હેતુ : 38 એકર ઉપરાંત જગ્યામાં આકાર લેનારી યુનિવર્સિટીમાં સ્નાતક, માસ્ટર તથા પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમો : ડો.સંતોષ કુમાર દ્વારા પિતાની સ્મૃતિમાં કરાયેલી સ્થાપના


 શિકાગો : સનાતન ધર્મ અને હિન્દુત્વ ફિલોસોફીના અભ્યાસ માટે શિકાગોમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ઓફ વેદિક વેલનેસની સ્થાપના  કરવામાં આવી છે. જેનો હેતુ ડિજિટલ યુગમાં હિન્દુત્વ ફિલોસોફી સાથે સનાતન ધર્મના મૂલ્યોનો પ્રચાર કરવાનો છે. 38 એકર ઉપરાંત જગ્યામાં આકાર લેનારી યુનિવર્સિટીમાં સ્નાતક, માસ્ટર તથા પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમો આવરી લેવાયા છે.

ડો.સંતોષ કુમાર દ્વારા પિતા શંભુ દયાલ કુલશ્રેષ્ઠની 48 મી પુણ્યતિથિ નિમિતે 9 સપ્ટેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી છે.

યુનિવર્સિટી માટે પ્રારંભિક ભંડોળ ડો.સંતોષ કુમારના સ્વર્ગીય પતિ પ્રમોદ કુમારના ટ્રસ્ટ ફંડ અને તેમના પરિવાર તરફથી વ્યક્તિગત રૂપે આપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ઓફ વેદિક વેલનેસના ડીન વાસવી ચક્કાએ  કુમારને આ યુનિવર્સિટીની સ્થાપના માટે તેમની દૂરંદેશી માટે અભિનંદન આપ્યા હતા.

ચિકિત્સક વિજય જી પ્રભાકરે ધાર્મિક સહિષ્ણુતાના હિન્દુ દર્શન અને યુનિવર્સિટીમાં અન્ય ધર્મોના મૂળભૂત સિદ્ધાંતો શીખવવા માટે કોંગ્રેસી ડેની કે. ડેવિસના નામે આંતર-વિશ્વાસ ચેરની સ્થાપના માટે $ 100,000 નું યોગદાન આપવાની જાહેરાત કરી હતી.  તેવું ઈ.વે. દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)