એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 14th October 2020

2020 ની સાલના વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી સીએમઓ : ફોર્બ્સ મેગેઝીને જાહેર કરેલી 50 સીએમઓ ની યાદીમાં 3 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું

વોશિંગટન : સુપ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝીને 2020 ની સાલના વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી  50 સીએમઓ ની યાદી જાહેર કરી છે. જેમાં  3 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું  છે.
આ 3 ઇન્ડિયન અમેરિકનમાં શ્રી મયુર ગુપ્તા ,શ્રી રાજા રાજામનનાર ,તથા શ્રી વિનીત મહેતાનો સમાવેશ થાય છે.
જે પૈકી શ્રી ગુપ્તાએ 14 મુ સ્થાન મેળવ્યું છે.તેઓ ફ્રેશ્લીના પૂર્વ સીએમઓ છે.
શ્રી રાજાએ 18 મુ સ્થાન મેળવ્યું છે.તેઓ માસ્ટર કાર્ડના ચીફ માર્કેટિંગ ઓફિસર છે.
શ્રી મહેતાએ 43 મુ સ્થાન મેળવ્યું છે.તેઓ વોલગ્રીન બૂટ્સ એલાયન્સના ગ્લોબલ સીએમઓ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:52 am IST)