એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 14th October 2020

ટ્રમ્પ હટાવો અમેરિકા બચાવો : બિડેન હેરિસકો જીતાઓ : ઇન્ડિયન અમેરિકન શ્રી અજય તથા સુશ્રી વિનિતા ભુટોરિયાએ ડિજિટલ ચૂંટણી કમપેન લોન્ચ કર્યું

વોશિંગટન : સિલિકોન વેલી સ્થિત ઇન્ડિયન અમેરિકન  શ્રી અજય તથા સુશ્રી વિનિતા ભુટોરિયાએ ચૂંટણી કમપેન લોન્ચ  કર્યું  છે. 14 ભાષામાં લોન્ચિંગ કરાયેલા આ કમપેનમાં  ટ્રમ્પ હટાવો અમેરિકા બચાવો , બિડેન હેરિસકો જીતાઓ ,તથા અમેરિકાકો  આગે બઢાઓ  જેવા સૂત્રો મુકવામાં આવ્યા છે.
ડિજિટલ કમપેનમાં વિશેષમાં જણાવાયા મુજબ આ વખતની ચૂંટણીમાં દરેક ઇન્ડિયન અમેરિકનના એક એક મતની કિંમત છે.તે ભૂલશો નહીં.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:53 pm IST)