એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 19th June 2021

' યુ.એસ. એન્વાયર પ્રોટેક્શન ઓફિસ ઓફ વોટર ' હેડ તરીકે ઇન્ડિયન અમેરિકન સુશ્રી રાધિકા ફોક્સની નિમણૂકને સેનેટની બહાલી : દેશના પાણીના સ્ત્રોતનો પડકાર ઝીલવા સક્ષમ હોવાનું મંતવ્ય

વોશિંગટન : યુ.એસ. એન્વાયર પ્રોટેક્શન એજન્સીના ઓફિસ ઓફ વોટર હેડ તરીકે ઇન્ડિયન અમેરિકન સુશ્રી રાધિકા ફોક્સની નિમણૂકને સેનેટે  બહાલી આપી દીધી છે. 55 વિરુદ્ધ 43 મતથી તેમની નિમણૂકને બહાલી મળી છે.

સેનેટની એન્વાયરમેન્ટ એન્ડ પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન ટોમ પાર્કરે સુશ્રી રાધિકાની કારકિર્દીની પ્રસંશા કરી હતી.તથા તેમને આ હોદા માટે લાયક ગણાવ્યા હતા. તથા તેઓ દેશના પાણીના સ્ત્રોતનો પડકાર ઝીલવા સક્ષમ  હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

સુશ્રી રાધિકાને સમર્થન અપનારાઓમાં  યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સ , ફેમિલી ફાર્મ એલાયન્સ ,તથા યુ.એસ.વોટર એલાયન્સ સહિતનાઓનો પણ સમાવેશ થાય છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:14 pm IST)